*પોશીના તાલુકાના કોટડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના કોટડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી ઝુબાની" થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ કરેલો સંદેશો નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ/અધિકારીઓ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. .