તાજેતરમાં જ યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 19 બેઝબોલ ભાઈઓની સ્પર્ધામાં ડીસાની આદર્શ હાઇસ્કુલની ટીમ ચેમ્પિયન બની છે. તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ટીમના પાંચ ખેલાડીઓની નેશનલ કક્ષાએ પસંદગી થઈ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના માલગઢ ગામે અદર્શ હાઇસ્કુલ ખાતે તા. 05/12/2023 થી 07/12/2023 ના રોજ રાજય કક્ષાની અંડર 19 બેઝબોલ ભાઈઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી ડીસાની આદર્શ હાઈસ્કૂલની ટીમે પણ ભાગ હતો.

 જ્યારે સમગ્ર રાજયમાંથી કુલ ભાઈઓની 32 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડીસા આદર્શ હાઈસ્કૂલની ટીમ ફાઈનલ સુધી પહોંચીને વલસાડ ટીમ સામે ફાઇનલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વલસાડને 6-0 થી હરાવી સમગ્ર રાજયમાં આદર્શ હાઈસ્કૂલની ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને સ્ટેટ ચેમ્પિયન બનેલ છે. આ સ્પર્ધા દરમ્યાન ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર પાંચ ખેલાડી ભાઈઓની નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી છે.

આ અંગે ટીમના કોચ હરેશભાઇ પવાયાએ જણાવ્યું હતું કે, ભાઈઓની રાજ્ય કક્ષાની બેઝબોલ સ્પર્ધામાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા આદર્શ હાઇસ્કુલની ટીમ વન બે રીતે ફાઇનલમાં પહોંચીને 6- 0થી વલસાડની ટીમને હરાવી ચેમ્પિયન બની શાળા અને ડીસાનું ગૌરવ વધાર્યું છે.