ડીસાના નવી ભીલડી નજીક મંગળવારે માટી ભરેલી ટ્રેકટરની ટ્રોલીમાંથી ઉતરતી વખતે વૃદ્ધનો પગ લપસ્યો હતો. જેઓ રોડ ઉપર પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું.
ડીસા તાલુકાના ખેટવા ગામે રહી પશુઓ ચરાવી ગુજરાન ચલાવતા મૂળ રાધનપુર તાલુકાના દેલાના ગામના ભેમાભાઈ પુંજાભાઈ ભરવાડ (ઉ.વ. 65) મંગળવારે વહેલી સવારે ખેટવાથી ભીલડી તરફ જઈ રહેલ રેતી ભરેલ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા હતા. જેઓ નવી ભીલડી નજીક ટ્રોલી માંથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતાં નીચે પટકાયા હતા. જેમના માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો. જોકે, આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ નથી.