રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ જ્યારે પોતાના ઘરે આરામ પર હોય ત્યારે તેમને હોસ્પિટલ ના બેડ જેવી સુવિધા ઘરે જ મળી રહે તે માટે બેડ પલંગ અને વ્હીલ ચેરની ની સુવિધા પૂરી પાડવામાં આવશે..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજ રોજ તારીખ 13/12/23 ના એક દર્દીને તેની આવશ્યકતા સર્જાતા રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવી, આ પ્રોજેક્ટના ચેરમેન રોટે. ડૉ. બિનલ માળી અને રોટે. હિનલ અગ્રવાલ છે, જેઓ જે દર્દીઓને બેડ પલંગ કે વ્હીલ ચેરની જરૂરિયાત હશે, તેઓને તેની વ્યવસ્થા કરી આપશે, આજ રોજ દર્દીના સગાને બેડ પલંગની વ્યવસ્થા પૂરી પાડતી વખતે પ્રેસિડેન્ટ રોટે. ગિરીજા અગ્રવાલ, સેક્રેટરી રોટે. ડૉ. વર્ષા પટેલ ,પ્રોજેક્ટ ચેરમેન રોટે. ડૉ. બિનલ માળી, વાઈસ પ્રેસિડેન્ટ રોટે. હિનલ અગ્રવાલ, પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટે.ડૉ. રીટા પટેલ, રોટે. ડૉ. અલ્પા શાહ, રોટે. કાન્તા પટેલ વગેરે હાજર રહી સહયોગ આપ્યો હતો, અને દર્દી જલ્દી સાજા થઈ હરતા - ફરતા થઈ જાય તેવા આશીર્વાદ આપી દર્દીના સગાને હિંમત આપી હતી..