વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ ધ્રાંગધ્રા તાલુકામાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બાઇસાબગઢ અને કંકાવટી ગામમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો, સહાય,હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી ઝુબાની" થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. પ્રાથમિક શાળાના બાળકોએ સ્વાગત ગીત અને પ્રાર્થના રજુ કરી હતી. કાર્યક્રમનાં અંતે ’વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દસાડા તાલુકાના ગોરીયાવડ અને મેતાસર ગામમાં, વઢવાણ તાલુકાનાં કટુડા અને ચમારજ ગામમાં, લીંબડી તાલુકાના જાળીયાળા અને મોટી કઠેચી ગામમાં, ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા / દુધેલી ગામમાં, મુળી તાલુકાના ભવાનીગઢ અને રાયસંગપર ગામમાં, સાયલા તાલુકાના મોરસલ અને ધમરાસળા ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.