અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પંચમહાલ ગોધરાના સીઆરપીસી-૧૪૪ની જોગવાઈ હેઠળ આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે ચાઈનીઝ દોરી/માઝા, પ્લાસ્ટીક દોરી,નાયલોન તથા અન્ય સિન્થેટીક માઝા તેમજ ચાઈનીઝ તુકકલ/સ્કાયલેન્ટર્ન કે જેના ઉપયોગથી માનવ તથા પશુ-પક્ષીઓને ઈજા તેમજ મૃત્યની ઘટના ન બને તેને ઘ્યાને રાખી તેના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મુક્ત જાહેરનામુ તા.૦૨/૧૨/૨૦૨૩ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જેના અમલીકરણ માટે તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ ગોધરા શહેરના પટેલવાડા ખાતે આવેલ જથ્થાબંધ દોરીના વેપારીને ત્યાં નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત, ગોધરાની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગ તથા પોલીસ વિભાગની ટીમોને સાથે રાખી સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.આ ચકાસણી દરમ્યાન સદર સ્થળેથી કોઈ ગેરકાયદેસર બાબત ઘ્યાને આવેલ ન હતી. પરંતુ આવનારા સમયમાં વહીવટી તંત્ર ધ્વારા આ પ્રકારે ઓચિંતી ચકાસણી હાથ ધરી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/ તુકકલ–સ્કાયલેન્ટર્નનો સંગ્રહ / વેચાણ અને ઉપયોગ કરનાર ઈસમો સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું. તેમજ જાહેર જનતાને લોકોના જાન-માલને હાની પહોંચે તેવી પ્રતિબંધિત દોરી–તુકકલનો ઉપયોગ ન કરવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ગોધરા પ્રાંત અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા વઢવાણ મુકામે "આયુષ મેગા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું
નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ની સૂચના અન્વયે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા આજ...
Breaking રાજકોટ : જિલ્લા મહિલા ભાજપ ઉપપ્રમુખના પતિ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ...|| GTV_GUJARAT
Breaking રાજકોટ : જિલ્લા મહિલા ભાજપ ઉપપ્રમુખના પતિ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ...|| GTV_GUJARAT
અંબાજી મેળામાંથી ડુપ્લીકેટ નોટો સાથે ઝડપાયેલા શખ્સના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર
યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાંથી એક શખ્સ રૂ.500ની 240 નકલી નોટો સાથે ઝડપાયો હતો. જેની...
बिहार में 10 लाख युवाओं को मिलेगा रोजगार, महिलाओं के लिए तोहफा; बजट की बड़ी बातें
बिहार विधानसभा में वित्त मंत्री विजय चौधरी वित्तीय वर्ष 2023-24 के लिए बजट पेश कर रहे हैं। 2024...
ભાભર : ડામર રોડમાં અંદાજિત ૧૦ ફૂટનું ગાબડું | SatyaNirbhay News Channel
ભાભર : ડામર રોડમાં અંદાજિત ૧૦ ફૂટનું ગાબડું | SatyaNirbhay News Channel