ચોટીલા તાલુકાના ચાણપાના બોર્ડ પાસે પાણીનું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. તેમાં ટીસી અને અન્ય કોપર વાયરો રાખવામાં આવ્યા હતા. આ કોપર વાયર અને મોબાઈલ સહિત પાંચ લાખ પંદર હજારની ચોરી કરી ગયું હતું.ચોટીલાના ચાણપા પમ્પિંગ સ્ટેશનમાં મિકેનિકલ ઓફિસની બાજુમાં રહેલા ટ્રાન્સફોર્મર માંથી 600 કિલો કોપર વાયર તેની અંદાજિત કિંમત 1,50,000 અને પમ્પિંગ સ્ટેશન આવેલ ટ્રાન્સફોર્મરમાંથી 1200 કિલો કોપર વાયર તેની અંદાજિત કિંમત ત્રણ લાખ 60 હજાર ટોટલ 1800 કિલો કોપર વાયરની અંદાજિત 5,10,000 અને પંપીંગ સ્ટેશનના કર્મચારી દિનેશભાઈ વીરજીભાઈ મકવાણા બારીમાં મૂક્યા હતા.તેમનો મોબાઈલ ફોન તેની કિંમત 5000 પણ ચોર ચોરી કરી ગયા હતા અને કર્મચારી દિનેશભાઈને જાણ થતાં તેમને અમદાવાદના હરિપ્રસાદ કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમાર સુરેન્દ્રનગરને જાણ કરી હતી. આથી તેઓએ સ્થળ પર જઈને તપાસ કરતા કોપર વાયરની ચોરી થયેલું માલૂમ પડ્યા બાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરાઈ હતી. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.