પોસ્ટના કર્મચારીઓની હડતાળને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં અરજદારોને હાલાકી...
મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના પોસ્ટ વિભાગના GDS કર્મચારીઓ પડતર માગોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે જેને લઈને વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી ખોરવાઈ છે સાથે અરજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા વિરપુર પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ સુત્રોચાર કરી પોતાની પડતર માગોને લઈ રજુઆત કરી હતી હાલ વિરપુર તાલુકાની પોસ્ટ ઓફિસ ખાતે ૨૮ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે તેમજ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ GDS કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરેલા GDS કર્મચારી નિલેશ ઠાકોર જણાવ્યું હતું કે, આજે અમે સૌ GDS ભાઈ બહેનો હડતાળ પર છીએ, અમારી પાંચ માગો છે જે હજી સુધી સ્વીકારવામાં આવેલ નથી જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાય, ગ્રેજ્યુએટી 5 લાખની, આઠ કલાકની નોકરી આપો અને બીજી મેડિકલ ફેસિલિટી આપો, પુરા દેશ ભરમાં આ હડતાળ ચાલે છે તેમજ જિલ્લાના વિરપુર એસઓની ૧૭ અને પાંડવા જેમાં અંદાજીત ૩૦ થી વધુ GDS કર્મચારીઓ આહડતાળમાં જોડાયા છે...