દર વર્ષે ૧૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે,
અને તે અનુસંધાને આખા દેશમાં સપ્તાહ દરમ્યાન ઉર્જા સંરક્ષણ ના
કાર્યક્રમો કરવામાં આવે છે, જે અન્વયે આજે ઉત્તર ગુજરાત વીજ
કંપની, વિભાગીય કચેરી, ઇડર ના કર્મચારીઓ ધ્વારા ઇડરની જનતામાં
વીજળીની બચત અંગે જાગૃતતા ફેલાવવાના પ્રયાસ ના ભાગરૂપે આજે
વીજ બચત રેલીનું આયોજન કરેલ હતું, આ રેલી ઇડર યુજીવીસીએલ
વિભાગીય કચેરીના પ્રાંગણ થી તિરંગા સર્કલ સુધી કાઢવામાં આવેલ
હતી જેમાં દરેક કર્મચારીઓ શિસ્તબદ્ધ અને બે ની હરોળ માં ચાલી
હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે તેમજ મધુર સંગીતમય શૈલીથી
નાગરિકોને માં વીજ બચત અંગેનો સંદેશ આપેલ હતો, ત્યારબાદ આ
રેલી તિરંગા સર્કલ થી વીજ કચેરી ખાતે પરત આવેલ હતી, આ રેલીમાં
વીજ કચેરીના કાર્યપાલક ઈજનેરશ્રી કટારા સાહેબની અધ્યક્ષતામાં અને
નાયબ ઇજનેરશ્રી પી.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી
હતી, જેમાં ઇડર વિભાગીય કચેરી, ઇડર શહેર પેટા કચેરી, અને ઇડર
ગ્રામ્ય ના તમામ કર્મચારીઓ હાજર રહી એકસૂત્રતા જાળવી રેલીનું
સફળ આયોજન કરેલ હતું.