વન સંરક્ષણ અને સંવર્ધન કાયદાનો પાવીજેતપુર આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરાયો
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તાજેતર માં ફોરેસ્ટ સંરક્ષણ અને સંવર્ધન કાયદો બનાવવામાં આવેલ છે તેનાથી આદિવાસી વિસ્તારમાં એફ.આર.એ અને પેસા કાયદાની જોગવાઈ નો ખુલ્લેઆમ ભંગ થઈ રહેલ છે જે તાત્કાલિક અટકાવવા માટે પાવીજેતપુર આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
૧૦ મી ડિસેમ્બર ના
રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે પાવીજેતપુર તાલુકાના અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈ, બહેનો મોટી સંખ્યામાં ભેગા મળી હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વન સંરક્ષણ અને સંવર્ધન કાયદો ૨૦૨૩ પસાર કરીને તેનો અમલ કરવામાં આવેલ છે. જે બાબતે આદિવાસીઓએ ગંભીરતાથી
વિગતવાર ચર્ચા કરતા તેઓના ધ્યાને આવેલ છે કે આ કાયદો ખાસ કરીને પાચમી અનુસૂચિ વિસ્તારમાં આવેલ જંગલને ખાનગી કંપનીઓને આપી મોટા પાયે જંગલનું નુકસાન કરનાર છે અને જેનાથી આદિવાસી સમાજના આજીવિકા પર સીધો ખતરો ઉભો કરવામાં આવેલ છે આ ઉપરાંત આ કાયદાની જોગવાઈઓ ધ્યાને લેવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં એફ. આર. એ અને પેશા કાયદાનો સીધે સીધી રીતે ભંગ કરીને ગ્રામસભામાં ગ્રામસભાના અધિકારોનું હનન પહોંચાડેલ છે.
જેને લઇ પાવીજેતપુર આદિવાસી મહાસંઘ દ્વારા આદિવાસીઓની ખાસ માંગણી અને રજૂઆત સાથે આ કાયદો આદિવાસી વિસ્તારમાં લાગુ ન થાય અને પાંચમી અનુસૂચિ વિસ્તારનો રહેલ વિશેષ સત્તા અને અધિકારના રૂએ આ કાયદામાં જરૂરી સુધારા લાવવા જેવા કે એફ.આર.એ અને પેશામાં ગ્રામસભા ને મળેલ સત્તા અને અધિકારીઓને અધિકારો નો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવા માં આવી છે.
આમ, પાવીજેતપુર તાલુકા આદિવાસી મહાસંઘ દ્વારા વન સંરક્ષણ અને સંવર્ધન કાયદાનો મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.