વઢવાણ :કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વાતંત સેનાનીના જુસ્સા અને બલિદાનને યાદ કરીને ગર્વપૂર્વક કરી રહ્યો છે. તેના અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર તારીખ 9 ઓગસ્ટ,2022 ને મંગળવારના રોજ સુરેન્દ્રનગર શહેરમાં ભારત જોડો ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વઢવાણ ગેબંશાપિરથી, રાજ હોટેલ, ટાવર, બહુચર હોટેલ,તેમજ 80 ફૂટ રોડ, ભક્તિંનંદન સર્કલ સુઘી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ સીનીયર આગેવાનો, ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના તમામ સદસ્યો, ફ્રન્ટલ -સેલ ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ જોડાયા હતા.