રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પરથી સવા બે કરોડના સોના સાથે બે શખ્સો ઝડપાયા..

બનાસકાંઠા ની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પર બિન અધિકૃત રીતે સોના ના ઘરેણાં સાથે બે ઈસમો ગુજરાત માં પ્રવેશે તે પહેલા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં 3577.510 ગ્રામ સોના ના દાગીના કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે..

બનાસકાંઠા જિલ્લા ની ગુજરાત રાજસ્થાન ની સરહદ ધરાવતી અતિશવેદનશીલ ચેકપોસ્ટ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ ના રસ્તે થી કોઈ ગુનાહિત પ્રકરણ ન થાય તે માટે રાજસ્થાન ના આબુરોડ રીક્કો પોલીસ ચેકપોસ્ટ પર સતત કાર્યશીલ રહી દરેક વાહનો ની બારીકાઇથી તપાસ કરવામાં આવે છે..

આ રીતે પોલીસ ની રૂટિન ચેકીંગમાં રાજસ્થાન તરફ થી આવતી અને ગુજરાત માં પ્રવેશવા જતી એક મહારાષ્ટ્ર પાસિંગની કાર પર શંકા જતા બોર્ડર પર પોલીસે તેને રોકીને તપાસ કરતાં કાર માં ત્રણ ચોર ખાના બનાવવામાં આવ્યા હતા, જેમાંથી સોનાના દાગીના ભરેલા હતા, પોલીસે દાગીના ના બિલ માંગતા કાર ચાલક પાસે કોઈપણ પ્રકાર ના બીલો ન હતા, આથી સોના ના દાગીના સાથે કારમાં સવાર બે ઈસમોની અટકાયત કરી તેઓની વધુ તપાસ કરીને જી.એસ.ટી વિભાગ ને જાણ કરી હતી..

જી.એસ.ટી.ના અધિકારી ચેકપોસ્ટ પર આવ્યા હતા, અને પકડાયેલા સોનાનું વજન કરતા 3577.510 ગ્રામ નીકળ્યું હતું, જેની કિંમત આસરે સવા બે કરોડ આંકવામાં આવી હતી, કોઈપણ બિલ વિના સોનુ લઇ જવા માટે ધારા 207 એમવી એક્ટ હેઠળ રાજસ્થાન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..