ડીસામાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા જેસીબી મશીન વડે ગાયને ભારે જહેમતથી બહાર નીકાળી..
ડીસામાં ફરી એકવાર નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે ગાયત્રી મંદીર પાસે મોડી રાત્રે ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે, ઘટના ને પગલે જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાઈવેટ જીસીબી મશીન ની મદદથી ગાયને બહાર નીકાળી જીવ બચાવ્યો હતો..
છેલ્લા કેટલાક સમય થી નેશનલ હાઇવે ઓથોરિટી ના સત્તાધિશો ની બેદરકારી અબોલ પશુઓ નો જીવ જોખમ માં મૂકાય છે, નેશનલ હાઇવે પર પડેલા ઠેર ઠેર ખાડાઓ અને ઠેર ઠેર ખુલ્લી ગટરોને લઈને અનેક વાર અકસ્માતની ઘટનાઓ પણ બને છે, ત્યારે ડીસામાં ફરી એકવાર ગાયત્રી મંદિર પાસે ખુલ્લી ગટર માં ગાય પડી ગઈ હતી, ઘટના ને પગલે આજુ બાજુ ના લોકો અને જીવદયા પ્રેમીઓ એ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી..
ગાય બહાર ન નીકળી શકતા જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાઈવેટ જેસીબી મશીન લાવી એક કલાકની ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી, ગટર માં પડતા ગાયને લોખંડની ખીલાસળી વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી..
જ્યારે જલિયાણ ગૌશાળા ની એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાયને સારવાર આપી છોડી મૂકી હતી, ઘટના ને લઈને જીવદયા પ્રેમીઓ એ મદદ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈજ મદદ ન મળતા ભારે રોષે ભરાયા હતા..
ઉલ્લેખનિય છે કે, ગાયત્રી મંદિર વિસ્તાર માં સતત લોકોની ભીડ રહે છે અને રોજના હજારો લોકોની અવરજવર રહે છે, ત્યારે આ ખુલ્લી ગટર થી ભવિષ્યમાં કોઈ મોટી દુઘટર્ના સર્જાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસર થી ગટર પર ઢાંકણું ઢાંકવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓ દ્વારા માગ કરવામાં આવી હતી..