(રાહુલ પ્રજાપતિ)

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

હિંમતનગર નજીક આવેલા વિરપુર બાયપાસ ત્રણ રસ્તા પાસેથી રવિવારે સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે એક કારમાં બે યુવાનો પાસ પરમીટ વિનાનો અંદાજે રૂા. ૧.૭ર લાખની કિંમતના ૧૭ કિલોથી વધુ ગાંજાને ગેરકાયદે હેરાફેરી કરતા હોવાથી એસઓજીએ તેમને અંદાજે રૂા. ૬.૦ર લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બંને વિરૂધ્ધ એનડીપીએસ એકટ મુજબ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે એસઓજીના પી.આઈ એન.એન. રબારી તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ રવિવારે તેમનો સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને મળેલી બાતમી બાદ સ્ટાફ સાથે તેઓ વિરપુર બાયપાસ ત્રણ રસ્તા પર પહોંચી ગયા હતા. જ્યાં બાતમીને આધારે આવી રહેલ કાર નં. જીજે૦રસીજી ૩૦૪૦ શંકાસ્પદ જણાતા તેમાં બેઠેલા વૈભવ દેવેન્દ્રકુમાર સાંપડા તથા પ્રિયેશ ગણેશભાઈ પંડિતની પુછપરછ કરી હતી.

ત્યારબાદ પોલીસે કારની ઝડતી લેતા તેમાંથી અંદાજે રૂા. ૧,૭ર,ર૦૦ ની કિંમતનો ૧૭.રર૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંને પાસેથી મોબાઈલ અને કાર સહિત અંદાજે રૂા. ૬.૦ર લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.