હાલોલ તાલુકા ખાતે અને નગર ખાતે આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ બપોરનું જમવાનું અને સાંજનો નાસ્તો આપવામાં આવે છે જેમાં આ યોજના હેઠળ બાળકોને બપોરનું ભોજન અને સાંજના નાસ્તામાં પોષણયુક્ત પૌષ્ટિક આહાર આપવાનો સરકાર દ્વારા નિયમ બનાવી મેનુ તમામ શાળાઓમાં આચાર્યો તેમજ પીએમ પોષણ યોજના સંચાલકોને આપવામાં આવેલ છે જે અંતર્ગત હાલોલ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમ પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ આપવામાં આવતું બપોરનું ભોજન અને સાંજનો નાસ્તો સરકાર દ્વારા નક્કી કરેલા સમય અનુસાર નિયમિત આપવામાં આવે અને સરકારના ધારા ધોરણ મુજબના મેનુ પ્રમાણે બનાવી પીરસવામાં આવે અને પોષણયુક્ત પૌષ્ટિક આહારમાં સામેલ હોય તેવો જ આહાર આપવામાં આવે તેના અનુસંધાને આજે પંચમહાલ જિલ્લાના દબંગ અધિકારી કહેવાતા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની અધ્યક્ષતામાં તેમજ હાલોલ મામલતદાર બી.એમ.જોષી અને તાલુકા શિક્ષણાધિકારીની હાજરીમાં આજે હાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે હાલોલ તાલુકાની તમામ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) ના સંચાલકોની એક બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા તમામ આચાર્યો અને સંચાલકોને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ સ્પષ્ટ સૂચના અને સલાહ તેમજ માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં બાળકોને પીએમ પોષણ યોજના હેઠળ આપવામાં આવતું ભોજન અને સાંજનો નાસ્તો સરકારશ્રીના નક્કી કરેલા ધારા ધોરણ મુજબના ચોક્કસ સમયે જ આપવામાં આવે અને મેનુ મુજબ નક્કી કરેલ પોષણયુક્ત પૌષ્ટિક આહાર જ નિયમિત આપવામાં આવે જો આવું કરવામાં તપાસ દરમ્યાન કોઈ ભૂલ ચૂક કે કોઈની શિકાયત દરમ્યાન લાલિયાવાડી થતી નજરે પડશે તો નિયમોના ભંગ કરનાર શાળાના આચાર્ય તેમજ મ પીએમ પોષણ યોજનાનો સંચાલક સામે ધારા ધોરણ મુજબની કાયદાની જોગવાઈ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ નિર્દેશ કરતા પીએમ પોષણ યોજના અંતર્ગત નિયમોનું છેડે ચોક ભંગ કરી લાલિયાવાડી ચલાવતા સંચાલકો તેમજ આચાર્યોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જ્યારે આજની બેઠકમાં પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા પૂરવઠા અધિકારી એચ.ટી.મકવાણા સહિત હાલોલ મામલતદાર બી.એમ.જોષી અને તાલુકા શિક્ષણાધિકારી દ્વારા પણ ઉપસ્થિત આચાર્યોને અને પીએમ પોષણ યોજનાના સંચાલકોને વિવિધ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.