લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના રૂમનો નકૂચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સાયલા તાલુકાના લોયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને લીંબડી રેલવે સ્ટેશન સામે શિવ-શક્તિ નગરમાં રહેતા ગોવિંદભાઈ દાનાભાઈ દુલેરા પરિવાર સાથે માદરે વતન ચુડા તાલુકાના મોજીદડ ગામે ગયા હતા. બીજા દિવસે ઘેર પરત ફરી જોયું તો તેમના મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રૂમ ખુલ્લો હતો. તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને હોમગાર્ડની નબળી કામગીરીને કારણે લીંબડીમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ અને હોમગાર્ડ ટીમ પેટ્રોલિંગ કામગીરી વધારી ચોર ટોળકીને ઝડપી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वातंत्र्याचा अमृत महोत्सवानिमित्त
स्वातंत्र्य सैनिक चरित्रकोश वाचकांसाठी
जिल्हा ग्रंथालय कार्यालयात उपलब्ध
वाशिम जिल्ह्यातील वाचन प्रेमी वाचकांना विदर्भ विभागातील स्वातंत्र्य सैनिकांचा दैदिप्यमान इतिहास...
UP Cabinet Expansion: OP Rajbhar को मिला कमरा नंबर- 62, विधानसभा में साफ सफाई का काम जारी | Aaj Tak
UP Cabinet Expansion: OP Rajbhar को मिला कमरा नंबर- 62, विधानसभा में साफ सफाई का काम जारी | Aaj Tak
ડીસાના જાવલમાં ખેડૂતની હત્યા કરતાં ચકચાર
ડીસા તાલુકાના જાવલ ગામે ખેતરમાં સૂઇ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે....
અમરેલીમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડતી પોલીસ
અમરેલીમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડી, વાહન ચોરીનો ગુનો...
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આહીર સમાજવાડી કિડાણા#dgp
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આહીર સમાજવાડી કિડાણા#dgp