વિરપુર તાલુકા ના ગ્રામ વિસ્તાર માં સગીરા ની એકલતા નો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યા ની ઘટના થી તાલુકામાં ચકચાર મચીગઇ...
વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના એક નાના ગામડા મા સગીરાની એકલતાનો લાભ લઈ એક યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી આ અંગે વિરપુર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે ત્યારે વિરપુર પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર તાલુકાના એક ગામે રવિવાર બપોરના એક વાગ્યાના અરસામા સગીરાને તેના ઘરમાં એકલી હતી તે સમય એકલતાનો લાભ ઉઠાવવા ધર્મેશ ઉર્ફે ભૂરિયો વિક્રમભાઈ તલાર ઘરમાં આવી સગીરાને પાછળથી પકડી પાડી મ્હો દબાવી જમીન પર પાડી દીધી હતી અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું ભાગી ગયો હતો આ દરમ્યાન યુવતીએ પોતાની જાતને બચાવવા ઘણા પ્રયાસ કાર્ય હતા તેમ છતાં તે છૂટી શકી ન હતી અને દુષ્કર્મ નો શિકાર થઈ ગઈ હતી આ ઘટના ની પરિવારના સભ્યો ને જાણ કરતા પરિવાર જનો દ્વારા વિરપુર પોલીસ મથકે આવી ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ ના આધારે પોલીસ દ્વારા ધર્મેશ ઉર્ફ ભુરીયા ને ઝડપી આગળ ની કાર્યવાહી એ બી દેવધા લુણાવાડા સર્કલ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે...