સુરન્દ્રનગર જિલ્લામાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત આજ રોજ લીંબડી તાલુકાના ભથાણ ગામમાં પ્રાથમિક શાળા ખાતે સવારે 10:00 કલાકે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથના માધ્યમથી ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. તેમજ"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું. આ તકે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં 130થી વધુ વ્યક્તિઓનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓએ યોજનાકીય લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. ઉપરાંત ’ધરતી કહે પુકાર કે’સહિતના સાંસ્કૃતિક પણ કાર્યક્રમો યોજાયા હતા.નોંધનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રારથનું ભથાણ ગામમાં આગમન થતાં ગ્રામજનોએ કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.