પુત્રના લગ્ન પુરા કરી ક્રેટા કારમાં અન્ય પરિવારજનો સાથે આવતા દંપતિના મોત નીપજ્યા છે. જ્યારે જાનમાંથી પરત ફરતા અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પુત્રના લગ્ન પૂર્ણ કરી અને થાનગઢ પરત ફરતા હતા તે દરમિયાન લીંબડી રાજકોટ હાઇવે ઉપર ઓવરલોડ ભરેલું ડમ્પર બેફામ સ્પીડે આવી રહ્યું હતું ત્યારે સામે આવતી ક્રેટા કાર સાથે આ ડમ્પર અથડાયું હતું.મળતી વિગત અનુસાર લીંબડી લગ્ન પતાવી અને ત્યારબાદ થાનગઢ પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો છે ક્રેટા કારમાં સવાર દંપતિનું મોત નીપજવા પામ્યું છે. જોકે અકસ્માતમાં મૃત્યુ પામનાર હરિભાઈ અલગોતર તેમની ઉંમર વર્ષ 45 છે ત્યારે મેરાબેન હરિભાઈ અર્ગોતર તેમની ઉંમર 40 વર્ષ હોવાનું બહાર આવ્યું છે કે બંનેની ડેટબોડીને પીએમ માટે સાયલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઘટનાને લઇ અને સાયલા સરકારી હોસ્પિટલના હાજર તબીબ દ્વારા જોરાવનગર પોલીસને જાણ કરવામાં આવતા જોરાવ નગર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બેફામ દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જી અને બે લોકોની જિંદગી મોતમાં હોમી દીધી છે જે ડમ્પર ચાલકે અકસ્માતરજ્યો છે તે ફરાર બની જવા પામ્યો છે હાલમાં જે ત્રણ ઇજાગ્રસ્તો છે તેમની હાલત પણ સિરિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે.અકસ્માતને લઈ હાઇવે પ્રભાવિત બન્યો હતો પોલીસ ઘટના સ્થળે જઈ હાઇવે ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દીકરાના લગ્ન પૂર્ણ કરી પરત ફરતા હતા તે દરમિયાન ફૂલ્ગ્રામ નજીક આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાઇવે રક્તરંજીત બન્યો છે. અકસ્માતને લઈને પોલીસ તપાસમાં ધમધમાટ શરૂ કરાયો છે. આ કરુણ બનાવથી લગ્નના ગીતો બાદ પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 3ರಂದು ರಾಜ್ಯಪಾಲರ ವಿರುದ್ಧ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿಯ ಸದಸ್ಯರು ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಲಿದ್ದಾರೆ.
ಆಗಸ್ಟ್ 26, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
वाशिम शहरातील गौरव वेअर हाऊस येथील काळाबाजार सुट्टीच्या दिवशी शालेय पोषक आहार केला लंपास.
वाशिम शहरातील गौरव वेअर हाऊस येथील काळाबाजार सुट्टीच्या दिवशी शालेय पोषक आहार केला लंपास.
મોરબીમાં ઝુલતોપુલ તૂટવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા
મોરબીમાં ઝુલતોપુલ તૂટવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખડકી ટોલનાકા પાસેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઈસમની અટકાયત કરી
સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ શર્મા પોલીસ સ્ટાફ સાથે ગોધરા પંચમહાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા...