કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ’મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત રસિકભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.આ તકે રસિકભાઈએ જણાવ્યું હતું કે, પહેલાં મારે કાચું મકાન હતું. જેના કારણે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનું ફોર્મ ભર્યું હતું. જેથી મને આ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ. 1 લાખ 20 હજારની સહાય મળી છે. આ સહાયની મદદથી મારા કાચા ઘરને પાકું બનાવવાનું મારું સ્વપ્ન સાકાર થયું છે. સરકારશ્રીની સહાયથી હવે પાકા ઘરમાં હું અને મારો પરિવાર આંદથી રહીએ છીએ.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ઓકટોબર 2023 સુધીમાં 13,389 આવાસોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી મળેલ આવાસો પૈકી 13,215 આવસોને પ્રથમ હપ્તો, 11,059 આવાઓને બીજો હપ્તો અને 9267 આવાસોને ત્રીજો હપ્તો ચૂકવી આપવામાં આવ્યા છે. ઉપરાંત 10,223 આવાસો પૂર્ણ થઈ ગયેલા છે.