ચુડા તાલુકાના કરમડ ગામના પરમાર દિલીપસિંહ દોલતસિંહ ખેડૂત હોવાથી પોતાનુ ગુજરાન ખેતી પર નિર્ભર છે. અને જે પોતાની સીમ જમીન મહેનત મજુરીયે અન્ય કોઈ પણ મજૂરી કરતા લોકોને આપે છે. દિલીપસિંહને ભૃગુપુર ગામના જાબુકિયા મનજીભાઈ ભુદરભાઈની સાથે અંગત દોસ્તી હોવાથી સીમ જમીન વાવવા આપી હતી. આથી મનજીભાઈને પૈસાની જરૂર હોવાથી દિલીપસિંહે રૂ.2,70,000 આપ્યા હતા. પરંતુ મનજીભાઈએ સીમ જમીન વાવવા ન રાખી.આથી કરમડના દિલીપસિંહ અવાર નવાર પૈસાની ઉઘરાણી કરવા જતા મનજીભાઈએ પોતાના ખાતામાં પૈસા છે તેમ જણાવી અને એસબીઆઈનો ચેક વિગત ભરીને આપ્યો હતો. પરંતુ દિલીપસિંહે ચેક બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો. આ બાબતે ચુડા કોર્ટમાં કેસ મનજીભાઈ વિરૂદ્ધ દાખલ કર્યો હતો. આ ચુડા કોર્ટમાં એ.કે.ડાભી સમક્ષ ચાલ્યો હતો. જેમાં આરોપી તરફે વકીલ ડી.એસ. ઝાલા અને ફરિયાદી તરફે વકીલ ડી.જી. ચાવડા રોકાયા હતા. તેઓની દલીલો એ.કે ડાભી સમક્ષ કરતા ભૃગુપુર ગામના જાબુકિયા મનજીભાઈ ભુદરભાઈને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ, ફરિયાદીના રૂ. 2,70,000 60 દિવસમાં પરત આપવાનો હુકમ કર્યો હતો.