પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લામાં દબંગ અધિકારી તરીકેની છાપ ધરાવતા પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારી એચ.ટી.મકવાણા હાલમાં ઇન્ચાર્જ નાયબ કલેકટર (પ્રાંત અધિકારી) હાલોલ તરીકે ફરજમાં છે ત્યારે તેઓએ ગત રાત્રિના સુમારે હાલોલ તાલુકાના તાજપુરા ગોપીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના અંધકારમાં વહીવટી તંત્રના આંખોમાં ધૂળ નાખી તેમજ લાગતા વળગતા તંત્રના ખિસ્સા ગરમ કરી ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કાળા કારોબારનો ધંધો કરી રાત્રિના અંધકારમાં વાહનોમાં માટી ભરી હેરાફેરી કરતા તત્વો પર સપાટો બોલાવતા સમગ્ર હાલોલ તાલુકા પંથકમાં જ નહી સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે જેમાં ઇન્ચાર્જ હાલોલ પ્રાંત અધિકારી એચ.ટી મકવાણા હાલોલ મામલતદાર બી.એમ.જોષી સહિતની કર્મચારીઓની ટીમે રાત્રિના સુમારે હાલોલ તાલુકાના તાજપુરા ગોપીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સંપત્તિ એવા ખનીજ અને સરકારી મિલકત ગણાતા રેતી માટી કપચીની જેવી ચીજ વસ્તુઓની સરકારી પરવાનગી વિના ગેરકાયદેસરની હેરાફેરી કરતા વાહનો પર છાપો મારી ૭ જેટલા હાઈવા ટ્રક ઝડપી પાડતા રાત્રિના અંધકારમાં ચાલતા ખનીજ ખનનના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો જેમાં રાત્રિના સુમારે દબંગ અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગેરકાયદેસર માટી ભરેલ ૭ હાઈવા ટ્રક ઝડપી પાડવામાં આવતા ગેરકાયદેસર માટી તેમજ રેતીનો સહિતનો સરકારી સંપતિ ખનનનો કાળો કારોબાર કરતા તત્વોમાં તેમજ તેઓને હપ્તાના ભાર તળે દબાઈ તેઓને છાવરતા લાગતા વળગતા તંત્રના કેટલાક લોકોમાં પણ ભારે ભય સાથે હડકંપ મચી ગયો હતો અને ઝડપાયેલા માટી ભરેલા હાઈવા ટ્રક અને લાકડા ભરેલા ટેમ્પાના માલિકોએ રાત્રિના સુમારે ભર ઊંઘમાંથી જાગી ભારે દોડધામ મચાવી મૂકી હોવાની માહિતી મળવા પામી છે જ્યારે માટી ભરેલા હાઇવા ટ્રકની સાથો સાથ ગેરકાયદેસર લાકડાઓનું પણ વાહનોમાં પરિવહન કરવા જતા ગેરકાયદે લાકડા ભરેલા ૨ ટેમ્પો પણ હાલોલ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. જેમાં ૭ હાઈવા ટ્રક અને ૨ ટેમ્પોને હાલોલ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હોવાની માહિતી મળવા પામી છે જ્યારે રાત્રિના સુમારે કરેલી આ ઓપરેશન અંગેની જાણ હાલોલ તાલુકા પંથકમાં થતા ઇન્ચાર્જ હાલોલ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી હોવાનું સાંભળવા મળી રહ્યું છે