વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં તાલુકકક્ષાનો કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ યોજાયો

          સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ફુલવંતીબેન સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત સભાખંડ વિજયનગર ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ યોજાયો હતો.

    

        આ ધિરાણ કેમ્પમાં કુલ ૭૦ જેટલી સ્વસહાય જૂથોની મહિલાઓ હાજર રહેલી હતી. ધિરાણ કેમ્પના દિવસે કુલ ૫૯ જૂથોને ૧૦૨.૬૦ લાખનું ધિરાણ આપવામાં આવ્યું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ બેન્ક મેનેજર સાહેબશ્રી, બેન્ક સખી અને બિસી સખીનું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત CSR ફડિંગ દ્વારા વિધવા મહિલાને નિ શુક્લ સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં વિજયનગર તાલુકામાં કુલ ૩૦૭ જૂથોને ૩૮૬.૧૦ લાખનું ધિરાણ આપવામાં આવેલ છે.

     આ કાર્યક્ર્મમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સુનીલ પટેલ (એ.પી.એમ), બેંક મેનેજરશ્રીઓ, તમામ એન.આર.એલ.એમ સ્ટાફ,બેક સખી, બીસી સખી તેમજ લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.