ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર,પંચમહાલ દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા'' તરીકે ‘‘ગુજરાતનો ગરબો’’ કાર્યક્રમ અંતર્ગત મળનાર વિશિષ્ટ સન્માનનું લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ સ્થિત ચાંપાનેર રંગમંચ ખાતે યોજાયો હતો.આ તકે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર વિશેષ ઉપસ્થિત રહયા હતા. આપણી ગુજરાતી પરંપરામાં ગરબાનું વિશિષ્ટ સ્થાન છે. જેનાં ગૌરવમાં વધારો કરતાં યુનેસ્કો (UNESCO) ની યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ‘‘ગુજરાતના ગરબા’’ને ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે અંકિત થયેલ છે.જે આ યાદીમાં સામેલ થનાર ભારતની ૧૫મી (ICH) વિશેષતા હશે. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયો હતો. લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ “ગુજરાતના ગરબા “થીમ હેઠળ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રીએ આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવી હતી.આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા,જિલ્લા રમત ગમત યુવા અધિકારી પારગી, મામલતદાર બી.એમ.જોશી સહિત અનેક અગ્રણીઓ તેમજ વિવિધ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આભડછેટ-મુક્ત-ભારત ક્યારે?વઢવાણમાં શ્રદ્ધાંજલિ આપાઈ
વઢવાણ :મકવાણા શૈલેસભાઈ ડી.રાઠોડ મહેશ ભાઈ એમ.પરમાર નટુભાઈએ જણાવ્યું હતું કે વઢવાણમાં આવેલ સંવિધાન...
ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રમતગમતનું મેદાન બનાવવાની જાહેરાત થતા જ રમતવીરોએ વિરોધ દર્શાવ્યો
ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે રમતગમતનું મેદાન બનાવવાની જાહેરાત થતા જ રમતવીરોએ વિરોધ દર્શાવ્યો
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવારની સુવિધામાં વધારો કરવામાં આવશે
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવારની સુવિધામાં વધારો કરવામાં આવશે
Manipur में BJP दफ्तर का भीड़ ने ये हाल कर डाला, उपद्रव की पूरी कहानी
Manipur में BJP दफ्तर का भीड़ ने ये हाल कर डाला, उपद्रव की पूरी कहानी