કાલોલ તાલુકાના નાયબ મામલતદાર પુરવઠા ની કચેરી છેલ્લા બે ત્રણ દિવસ થી સતત બંધ રહેતા તાલુકામાંથી

કાર્ડ માટે આવતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે નાયબ મામલતદાર પુરવઠા અને તેઓનો સ્ટાફ વિકસીત સંકલ્પ યાત્રા મા હાજર રહેતા હોવાથી કચેરી ખાતે હાજર રહેતા નથી પરિણામે નવા કાર્ડ, કાર્ડ વિભાજન, નામ સુધારો જેવા સરકારી કામો માટે આવતા ગ્રામજનો ને ધક્કા ખાઈ પાછુ જવાનુ થાય છે પુરવઠા કચેરી સતત બંધ રહેવાથી અને કાલોલ પુરવઠા ગોડાઉન મેનેજર ની ધરપકડ થયા બાદ ગોડાઉન પણ સતત બંધ જોવા મળી રહેલ છે ત્યારે કાલોલ પુરવઠા વિભાગ ના અધિકારીઓ વિકસિત સંકલ્પ યાત્રા માં જતા હોવાને કારણે કચેરી બંધ રાખતા હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ગામે ગામ ધરે બેઠા સરકારી યોજનાઓ નો લાભ આપવા વિવિઘ યાત્રાઓ કાઢી બહોળો પ્રચાર પ્રસાર કરવામા આવે છે પરંતુ ઘર આંગણે તાલુકા કક્ષાએ જરૂરિયતમંદ કાર્ડ ધારકોને ધક્કા ખાવા પડે છે જે વિકસિત સંકલ્પ યાત્રા ની આડ અસર કહી શકાય. ત્યારે વહીવટી તંત્ર દ્વારા યાત્રા પણ ચાલુ રહે અને તાલુકા ની કચેરીઓ પણ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

  • મારા રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવા માટે આજે ચોથી વાર આવ્યો છુ પણ પુરવઠા કચેરી બંધ જોવા મળી છે હુ વેજલપુર થી આવ્યો છુ આજે પણ પરત જવુ પડે છે. રાયજીભાઈ પ્રતાપભાઈ.
  • કાલોલ તાલુકામાં કુલ 68 સસ્તા અનાજની ની દુકાનો તાલુકામાં છે અને કાલોલ નગરમાં 10 દુકાનો સસ્તા અનાજની આવેલી છે અનાજ વિતરણ બંધ રહેતા સમગ્ર કાલોલ તાલુકાના અનાજ મેળવતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે સમગ્ર તાલુકાની પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે નાયબ પુરવઠા કચેરીમાં મોટા મોટા ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા છે જેના કારણે અનાજ મેળવતા ગ્રાહકોને નિરાશ થઈ કચેરીથી પાછા ઘરે જવું પડે છે નામ કમી અને ઉમેરવા માટે આવતા ગ્રાહકોની કફોડી સ્થિતિ જોવા મળી છે કાલોલ તાલુકાના ગામડાઓમાંથી આવતા ગ્રાહકોને ધક્કો ખાય પાછું ફરવું પડે છે તંત્ર આ બાબતે જાગી તાત્કાલિક પુરવઠા કચેરીના તાળા ખોલાવે તેવી નગરજનો અને કાલોલ તાલુકાની પ્રજાની માંગ છે