પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનાઓ આચરી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયતમાં જોતરાયેલી પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ ટીમના પો.સ.ઈ.બી.એમ રાઠોડને વ્યુહ્મન સોર્સિસના માધ્યમથી બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથક તેમજ પાટડી પોલીસ મથકના ચોરીના ત્રણ ગુનાઓમાં 14 વર્ષથી નાસ્તો ફરતો અને સી.આઈ.ડી ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 10 હજાર રૂપિયાના આગોતરા ઇનામનો વોન્ટેડ આરોપી ચીમનભાઈ ઉર્ફે ટીનાભાઇ રયજીભાઈ ઉર્ફે છીતાભાઈ બારીયા મૂળ રહેવાસી ગામ રૂપારેલ.તાલુકો ઘોઘંબાનાઓ છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છે જે આરોપી ચીમનભાઈ ઉર્ફે ટીનાભાઇ અગાઉ મોડાસા, અમદાવાદ,વડોદરા,હાલોલ,કાલોલ,રાજગઢ પોલીસ મથકોના વાયર કટીંગના ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે જે આરોપી હાલમાં ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે પોતાની સાસરીમાં રહે છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની પોલીસ ટીમે વાવકુંડલી ગામે પહોંચી 14 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઇનામી આરોપી ચીમનભાઈ ઉર્ફે ટીનાભાઇ રયજીભાઈ ઉર્ફે છીતાભાઈ બારીયાને ઝડપી પાડી તેની સામે આગળની કાયદાકીય કાર્યવાહીની હાથ ધરી હતી.