છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે પાવીજેતપુર પોલીસ સ્ટેશનની આઈજી એ લીધી મુલાકાત
છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે ગુજરાતના આઈજીએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવા માટે જિલ્લાના બે પોલીસ સ્ટેશનો પસંદ કરવામાં આવતા હોય છે જે પોલીસ સ્ટેશનોની આઈ જી મુલાકાત લઈ રેકોર્ડ ચેક કરે છે. જે સંદર્ભે છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તથા પાવીજેતપુર પોલીસ સ્ટેશનને પસંદ કરવામાં આવ્યું હતું. સ્વભાવિક રીતે જ ગુજરાતના પોલીસ હેડ એવા આઇજી પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન માટે પધારવાના હોય ત્યારે પોલીસ સ્ટેશનને અઠવાડિયા અગાઉથી જ રંગ રોગાન કરાઈ પોલીસ સ્ટેશનના ફરતે મંડપ બાંધી લાલ ઝાઝમ પાથરી નવી નવેલી દુલ્હનની જેમ પાવીજેતપુર પોલીસ સ્ટેશનને સજાવી દેવામાં આવ્યું હતું. ચાર ડિસેમ્બર ના રોજ સાંજના સમયે આઈ જી પાવીજેતપુર પોલીસ સ્ટેશન ની મુલાકાત માટે આવી પહોંચ્યા હતા તે સમયે પોલીસ કાફલા દ્વારા સન્માન ગાર્ડ આપવામાં આવ્યું હતું તેમજ પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેતાવત ના નેજા હેઠળ પરેડ રજૂ કરી હતી જે નિહાળ્યા બાદ આઈજીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રેકોર્ડ ચેક કર્યો હતો. રેકોર્ડ ચેક કર્યા બાદ સંતોષ વ્યત કરી જરૂરી સુચનાઓ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. સાથે સાથે પોલીસ દરબાર યોજી પોલીસની તકલીફો ની પૃચ્છા કરી હતી. આ સમયે છુટાઉદેપુર જિલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી તથા આજુબાજુ પોલીસ સ્ટેશનના પીએસઆઇઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ૬ ડિસેમ્બર ના રોજ છોટાઉદેપુર એસપી ઓફિસ ખાતે આઇજી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ૭ ડિસેમ્બર ના રોજ કંવાટ પોલીસ સ્ટેશનમાં આઇજી દ્વારા ઇન્સ્પેક્શન થનાર છે.
આમ, છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન ના ભાગરૂપે પાવીજેતપુર પોલીસ સ્ટેશનની ગુજરાતના આઈજી દ્વારા ૪ ડિસેમ્બર સાંજના સમયે મુલાકાત લેવામાં આવી હતી આ સમયે પોલીસ જવાનો દ્વારા રજૂ થયેલ પરેડ તથા પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ આઇજી એ સંતોષ વ્યક્ત કર્યો હતો.