ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદ અને અંકે રૂપિયા ચાલીસ હજાર પુરાનો દંડ ફટકારવામાં આવ્યો
આરોપી મુકેશભાઈ ભગાભાઈ મકવાણા, રહે.મુ.સેબલવટ, પો.વાલરણ, તા.ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠાનાઓએ ફરીયાદી અતુલકુમાર હિરાલાલ રાજગોર, રહે.કચ્છી સમાજવાડીની સામે, વાસણા રોડ, મુ.પો.તા.ખેડબ્રહ્માનાઓ પાસેથી મિત્રતાના સંબંધોના નાતે રૂા.૪૦,૦૦૦/– હાથ ઉછીના લીધેલા હતા. સદર હાથ ઉછીની રકમ પરત કરવા આરોપી મુકેશભાઈ ભગાભાઈ મકવાણાએ ફરિયાદી અતુલકુમાર હિરાલાલ રાજગોરને ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.,ખેડબ્રહ્મા શાખા નો, તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજનો આરોપીના સંયુકત ખાતા નં.૧૧૫૦૦૫૨૮૪૧૭૦ નો, ચેક નં.૦૩૦૦૧૭ નો, રૂા.૪૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ હજાર પુરાની રકમનો ચેક આપેલ. સદર ચેક ફરીયાદી અતુલકુમાર હિરાલાલ રાજગોરએ બેંકના ખાતામાં ભરતા આરોપી મુકેશભાઈ ભગાભાઈ મકવાણાના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ સદર ચેક સ્વિકારાયા વગર પરત ફર્યો હતો. જેથી ફરીયાદી અતુલકુમાર રાજગોરનાઓએ આરોપી મુકેશભાઈ ભગાભાઈ મકવાણાનાઓ વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૯૮૦/૨૦૨૩ થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી વિરલ કે.વોરાની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપીને કસુરવાર ઠરાવી (૨) બે વર્ષની સાદી કેદ અને ચાલીસ હજાર રૂપિયા દંડ ચુકવવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૪ (ચાર) માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે.