કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ગામે ગામ અને ઘરે ઘરે લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી શરૂ થયેલ "વિકસિત ભારત, સંકલ્પ યાત્રા" દેશનો કોઈ પણ નાગરિક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય સાથે ભ્રમણ કરી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ થરાદ તાલુકાના ભોરોલ ખાતે પહોંચતા ઉપસ્થિત ગ્રામજનો સરપંચ શ્રી તેમજ વિહાભાઈ જોશી તાલુકા કારોબારી અધ્યક્ષ તેમજ વહીવટી તંત્રએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી ને કરવામાં આવી હતી અને કાર્યક્રમ ની સરૂઆત મા હેમજી ભાઈ પટેલ સાહેબ શ્રી દ્વારા યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આયુષમાન કાર્ડ ધારકો તેમજ સોઈલ હેલ્થ કાર્ડ ધારકો ને સ્થળ ઉપર જ કાર્ડ વિતરણ કર્યા હતા કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા આંગણવાડી કેન્દ્ર. આરોગ્ય આયુષ્યમાન કાર્ડ. અને ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા.