કાલોલ પોલીસ મથકે નોંધાયેલ ફરીયાદ ની વિગતો મુજબ રાજપીપળા ના નિવાસી અને હાલ કાલોલ ખાતે રહેતા હેમરાજસિહ પ્રદિપસિંહ ગોહીલ જેઓએ પોતાના નામે ઈન્ડુશન બેન્ક માથી માસીક રૂ ૬૦,૦૦૦/ ના હપ્તે લોન ઉપર રૂ ૨૨ લાખનો આઇશર ટેમ્પો લીધો હતો જે ટેમ્પો ફરીયાદી અને કાલોલ ખાતે રહેતા તેઓના મામા અશોકસિંહ ઠાકોરની સાથે ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતા હતા.

ગત એપ્રીલ માસમા ગાંધી પેટ્રોલ પંપ ખાતે મહંમદ સલીમભાઈ સઈદ મકરાણી રે. જેતપુર વધરાલી ગરૂડેશ્વર અને ઈમરાન અબ્દુલ રહેમાન મકરાણી રે. છોટા ઉદેપુર એમ બન્ને ઈસમો તેઓ પાસે આવ્યા હતા અને ચા પીતા પીતા ગાડી ખરીદવાની વાત કરી હતી ગાડી જોઈને કિંમત પછી નક્કી કરવાની વાત કરી ત્યારબાદ ઈમરાનભાઈ નો ફોન આવ્યો હતો અને પોતે ગાડી લેવાની છે તેવી વાતો કરી ૧૮.૯૦ લાખ મા સોદો કરી બે લાખ રૂપિયા રોકડા અને બાકીના હપ્તા ભરવાની શરતે સોદો નકકી કરી કાલોલ ખાતે આવેલા અને રૂ ૪૦,૦૦૦/ રોકડા લઈને આવેલ અને બાકીના બે દિવસ મા આપી દેવાના વાયદે ગાડીની ચાવી અને આર સી બુક લઈ ગયા હતા અને ત્યારબાદ ૫૦,૦૦૦/ રૂ ગૂગલ પે થી આપ્યા હતા બાકીના એક લાખ રૂપિયા આપતા નહોતા અને અવાર નવાર પૈસા માંગતા વાયદા કરતા હતા તેમજ ગાડી પણ ટ્રાન્સફર કરાવતા નહોતા ત્યારબાદ ફરીયાદી ઉપર આઇશર ના હપ્તા બાકી હોઇ બેન્ક ની નોટીસ આવેલ જેથી ઈમરાનને ફોન કરી જણાવેલ કે હપ્તા ભરો અથવા ગાડી પરત આપી દો તેમ કહેતા ઈમરાને કહેલ કે ગાડી પાછી નહી મળે અને પૈસા પણ નહી મળે થાય તે કરી લો તેવી વાત કરી હતી જેથી ગાડી ની કિંમત નક્કી કરી ગાડીના કાગળો ટ્રાન્સફર નહીં કરાવી તેમજ ૫૪ જેટલા બાકી હપ્તા નહીં ભરી, નક્કી કરેલ કિંમત નાં રૂ એક લાખ નહીઁ આપતા પોતે છેતરાયા હોવાનું જાણતા ફરિયાદીએ કાલોલ પોલીસ મથકે બંને ઈસમો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.