DEESA // ડીસા માં પૂર્વ નગર સેવક ને અપશબ્દો બોલી ધમકી આપતાં ચકચાર..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે મુખ્યમંત્રી એ તપાસ નો આદેશ કર્યો છે. મિલકત વિવાદ માટે રજૂઆત કરવા જતા ચીફ ઓફિસરે પૂર્વ નગરસેવક સાથે ગેરવર્તણૂક અને ગેરવ્યવહાર ભર્યું વર્તન કરી ધમકી આપવા મામલે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ તપાસ કરવા હુકમ કર્યો છે..

ડીસાની સાંઈનાથ સોસાયટી ખાતે રહેતા અને પૂર્વ નગરસેવક પ્રશાંત માળી ની રાજીવ ગાંધી કોમ્પલેક્ષમાં દુકાન આવેલી છે. જે પ્રોપર્ટીના રેકોર્ડ સાથે નગરપાલિકાના રેન્ટ શાખાના કર્મચારીઓ એ છેડછાડ કરતા તેઓ છેલ્લા ઘણા સમયથી આ મામલે લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે તેઓ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ ને આ મામલે રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ ચીફ ઓફિસરે તેમની રજૂઆતને ધ્યાને લેવાને બદલે તેમની સાથે અપશબ્દો બોલી ગેરવર્તણૂક ભર્યું વર્તન કરી ઓફિસ માંથી કાઢી મૂક્યા હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકીઓ આપી હતી..

જે મામલે અરજદાર પ્રશાંત માળીએ ચીફ ઓફિસર સામે જિલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી સુધી ઓનલાઈન ફરિયાદ કરી ન્યાય માટે માગ કરી હતી, જે ફરિયાદ ને હવે મુખ્યમંત્રીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવને આ રજૂઆત મામલે ચકાસણી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા અને કાર્યવાહી કર્યા બાદ તેની વિગતો મુખ્યમંત્રી કાર્યાલય એ પહોંચાડવા પત્ર લખ્યો હતો..

આ મામલે અરજદાર પ્રશાંત માળીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી કોમ્પલેક્ષમાં આવેલી મારી દુકાનના કાગળો સાથે નગરપાલિકાના રેન્ટ શાખાના કર્મચારીઓ છેડછાડ કરી છે. જે મામલે હું નગરપાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરવા ગયો હતો, પરંતુ તેમણે મારી રજૂઆત સાંભળ્યા વિના તરત જ મારી સાથે અમાનવીય વર્તન કરી મને અપશબ્દો બોલ્યા હતા અને મારી સામે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી ઓફિસ માંથી કાઢી મૂક્યો હતો, જેમના વિરોધમાં મેં મુખ્યમંત્રી ને ફરિયાદ કરી હતી અને ચીફ ઓફિસર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે..