આજે સવારે સુરેન્દ્રનગર મહિલા આઈટીઆઈ કોલેજ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 થી 9 કલાક દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, બ્રહ્માકુમારી પરિવારના હર્ષાદીદી, પતંજલિ પરિવારના પ્રમુખ સી કે પરમાર, ડોક્ટર નિલેશ ત્રિવેદી, તમામ યોગકોચ, યોગ ટ્રેનર, યોગ સાધક અને વિશેષ મહિલા આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપાલ સહિતનાં શહેરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સહિતનાં મહાનુભાવોએ યોગનું જીવનમાં મહત્વ અને આજનાં સમયમાં તેની વધેલી પ્રાસંગિકતા વિશે સંબોધન કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાને હાર્ટ એટેકનાં જોખમથી મુક્ત કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં યોગકોચ, યોગ ટ્રેનરે જે કામગીરી કરી છેએ કામગીરી બદલ તેમને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર સાયનાબેન, કાંતાબેન, ચેતનભાઈ મદન મોહનભાઈ શર્મા, પુનમબેન શર્મા, યોગ સાધક મહેશભાઈ, જીતુભાઈ, હેમલભાઈ, વર્ષા બેન, આરતી બહેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યોગ પદયાત્રા રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યોગ જાગૃતિ અર્થે યોજાયેલ આ રેલી શહેરનાં મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेलमंत्री ने सवाई माधोपुर से इंद्रगढ़ सुमेरगंजमंडी तक अत्याधुनिक स्वदेशी संरक्षा प्रणाली कवच 4.0 का सफलतापूर्वक लोको ट्रायल किया
भारतीय रेल में मिशन रफ्तार के अंतर्गत नई तकनीक कवच प्रणाली की उपयोगिता से संरक्षा एवं सुरक्षा...
Ahmedabad: Vishwakarma Mandir ખાતે વિશ્વકર્મા સમાજ બેઠક | Pm Vishwakarma scheme| PM વિશ્વકર્મા યોજના
Ahmedabad: Vishwakarma Mandir ખાતે વિશ્વકર્મા સમાજ બેઠક | Pm Vishwakarma scheme| PM વિશ્વકર્મા યોજના
માં અંબાની આરાધનાના પર્વ પર્વ નવલા નોરતાનો રંગચંગે પ્રારંભ થયો છે ત્યારે પહેલા નોરતે વડોદરાના માંડવી
માં અંબાની આરાધનાના પર્વ પર્વ નવલા નોરતાનો રંગચંગે પ્રારંભ થયો છે ત્યારે પહેલા નોરતે વડોદરાના માંડવી