તા.૦૧/૧૨/૨૦૨૩ ના રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે માહિતી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતમાં ટ્રસ્ટી મંડળ દ્વારા એક નવી પહેલ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનો મુખ્ય હેતુ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં માહિતી ન હોવાથી કેટલીક યોજનાનો લાભોથી વંચિત રહેતા લોકોમાં જાગૃત લાવવી તેમજ અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ, શિક્ષણ ,વિશે લોકોને જાગૃત કરવા અને વિવિધ યોજનાઓનો સમાજના લોકો લાભ બહોળી સંખ્યામાં લઈ શકે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખડાધાર ગામના યુવા આગેવાન ગુણવંતભાઈ જાદવ દ્વારા ટ્રસ્ટ વિશે માહિતી આપી ટ્રસ્ટનો પરિચય અને ટ્રસ્ટીઓનો પરિચય આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ સતીશભાઇ મકવાણા દ્વારા ટ્રસ્ટ બનાવવાનો ઉદ્દેશ અને સમાજને સંગઠિત બનવા વિશે વાત કરી તો અશ્વિનભાઈ મકવાણા દ્વારા વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા વિશે જાગૃત કરવાની વાત કરવામાં આવી. કારકિર્દી માર્ગદર્શન અને રોજગારી સંબધિત વિશેષ માહિતી અને બિન જરૂરી મોબાઈલ ઉપયોગ કરતા ખાસ કરીને નાના બાળકોને મોબાઇલ થી દુર રાખવા બાબતે માહિતી શ્રી કિશોરભાઈ ખસિયા દ્વારા આપવામાં આવી હતી.સરકાર શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી તેમજ અંધ શ્રદ્ધા, વિશે શ્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં ટ્રસ્ટી મંડળ ના પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ,મંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણ,ટ્રસ્ટી શ્રી કિશોરભાઇ ખસીયા, સતીશભાઇ મકવાણા તેમજ ટ્રસ્ટી શ્રી ભોળાભાઈ મકવાણા બોરાળા,ગુણવંતભાઈ જાદવ ખડાધાર , અશ્વિનભાઈ મકવાણા નવા માલકનેશ,બેચરભાઈ મકવાણા , બાલુભાઈ મકવાણા બોરાળા,પ્રતાપભાઈ સોલંકી,ગોરધનભાઈ સોલંકી નવા માલકનેશ તેમજ વાંગધ્રા ગામમાંથી સોમાભાઈ ખસીયા,હરજીભાઈ મકવાણા, પ્રાગજીભાઈ વાઘેલા, નરશીભાઈ સરવૈયા વગેરે કોળી સમાજના યુવા આગેવાનો તેમજ ગામના 

  વડીલો,મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.