વિકસિત ભારત સંકલ્પ યાત્રા

ખેડબ્રહ્મા તાલુકામાં નવામોટા ગામે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ* 

      સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં નવામોટા પ્રાથમિક શાળા ખાતે રાજ્યસભા સાંસદશ્રી રમિલાબેન બારાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. 

     સમગ્ર રાજ્યમાં આગામી 26 જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાનાર છે. ખેડબ્રહ્મા તાલુકાના નવામોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ જન્મ થી લઇને મૃત્યુ સુધીની અનેકવિધિ લોકકલ્યાણની યોજનાઓ અમલી બનાવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘર આંગણે યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ લોકો યોજનાઓનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો. 

આ કાર્યક્રમમાં વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓ દ્વારા મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પોતાની સફળ વાત કરી હતી.ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.શાળાના બાળકોએ ધરતી કરે પુકાર નાટક રજૂ કર્યું હતું. 

     આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

       કાર્યક્રમ સ્થળે વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા આયોજન અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, આગેવાનશ્રીઓ,અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.