સાયલાના મદારગઢ ગામે રહેતા પશુપાલકના વરંડામાંથી અજાણા વાહન ચાલક 25 જેટલા બકરા ચોરી નાસી ગયા હતા. આ બાબતે પશુપાલકને જાણ થતા દોડી આવે તે પહેલા 2 કાર લઇને આવેલા શખ્સો નાસી છૂટ્યા હતા. આ બાબતે સાયલા પોલીસે રૂ.75,000ની કિંમતના પશુ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.સાયલાના મદારગઢ ગામે રહેતા બહાદુરભાઇ રાજાભાઈ માથાસુરીયા સૂતા હતા. દરમિયાન ખુલ્લા વાડામાં બોકડા પશુ રાખેલા હતા. મોડી રાતે વાહનનો અવાજ આવતા બહાદુરભાઇ બહાર આવતા 2 કાર હતી. જેમાં બોકડાઓ ભરેલ જોવામાં આવતા હતા ઘરની બાજુમા મારા ખુલ્લા વાડામાં જઈને જોયેલ તો આ વાડામાં રાખેલા 13 બોકડા જોવા મળ્યા ન હતા. આથી બહાદુરભાઇએ દેકારો કરતા મારા ઘરની બાજુમાં રહેતા શામજીભાઈ માથાસુરીયા, જગાભાઇ માથાસુરીયા, બટુકભાઈ માથાસુરીયા દોડી આવ્યા હતા. અને બટુકભાઇના વરંડામાં રહેલા 9, જગાભાઈના વરંડાના 2 બોકડા પશુ જોવામાં ન આવ્યા.દરમિયાન મેહુલભાઈએ તે 2 રોકવાનો પ્રયત્ન કર્યો પણ હાઇવે તરફ પૂરઝડપે જતી હોવાનું જણાવતા તપાસ કરી પણ કોઇ પત્તો ન લાગતા મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આથી અજાણ્યા વાહનચાલકો સામે કુલ 25 પશુ બોકડા કિ.રૂ. 75,000ની ચોરી થયાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.