ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં નશાકારક આયુર્વેદિક ઘાતક સીરપનું સેવન કરવાને કારણે છ જેટલા યુવાનોના શંકાસ્પદ હાલતમાં મોત થવાના બનાવને પગલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર સાથે ચકચાર મચી જવા પામી છે જેમાં આયુર્વેદિક સીરપનું સેવન કરવાના કારણે છ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાના શંકાસ્પદ બનાવને પગલે સમગ્ર રાજ્યભરમાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેના અનુસંધાને પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે અને પંચમહાલ જિલ્લામાં આવો કોઈ કમભાગી બનાવ બને નહીં તેની આગોતરી તકેદારીના પગલાં ભરવામાં આવી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી મેડિકલ સ્ટોર સહિતની દુકાનોમાં આવી ગેરકાયદેસર નશાકારક આયુર્વેદિક એવી ઘાતક સીરપનું વેચાણ થાય છે કે નહીં અંગેની ચેકિંગ હાથ ધરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલ દ્વારા એસ.ઓ.જી પોલીસના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આજે જિલ્લાના હાલોલ,કાલોલ અને ગોધરા ખાતે આવેલી મેડિકલ સ્ટોર,પ્રોવિઝન સ્ટોર,પાન પાર્લર સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરી આવી ગેર કાયદેસર નશાકારક આયુર્વેદિક સીરપનું વેચાણ થાય છે કે નહીં તે અંગેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं