કાલોલ તાલુકાની વેજલપુર પગારકેન્દ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળા નો ૫૦ મો સ્થાપના દિવસ વેજલપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી સુઘરી બેન ની અધ્યક્ષતા માં ઉજવવામાં આવ્યો.જોડિયાકુવા પ્રા.શાળા તા.૧/૧૨/૧૯૭૩ ના રોજ સ્થપાયેલી આ શાળા ૫૧ માં વર્ષમાં પગરવ માંડી રહી છે..ત્યારે શાળાના આચાર્ય રમેશકુમાર પટેલ ધ્વારા શાળાનો સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો.અને જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળા માં ભણે એ અપેક્ષિત છે.આ કાર્યક્રમ માં પગારકેન્દ્ર ના આચાર્ય કંચનભાઈ પરમાર,સીઆરસી કો.ઓ દિનેશભાઇ માછી, એસ.એમ સી ના સભ્યો,ગ્રામજનો,ગામના અગ્રગણ્ય નાગરિક રમેશભાઈ ચૌહાણ, આજ શાળામાં થી અભ્યાસ કરીને બીજી શાળા કે કોલેજમાં ગયેલ વિદ્યાર્થીઓ, શાળાના બાળકો,હાજર રહ્યા હતા. શાળા સ્થાપના દિવસ ને સફળ બનાવવા શાળાના જગદીશ ભાઈ ભગોરા,નીતાબેન પટેલ અને ભારતીબેન એ પ્રસંશનીય કામગીરી કરી હતી.શાળા પરિવાર તરફથી બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન આ.શિ. જગદીશભાઈ ભગોરાએ કર્યું હતું.