ખેડા.ગળતેશ્વર.ઠાસરા.
ડાભસર આડબંધથી પડાલ સુધીના રસ્તા પર અંઘાડી સબ માઈનોર નજીક ગુરૂવારે વહેલી સવારે મુખ્ય રસ્તા પર દેશી બાવળનું ઝાડ પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ધંધા રોજગાર, ઓફિસે અને ખેડૂતો ને ખેતરે જવા આવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ડાભસરથી મહી કેનાલના રસ્તા પર નમી ગયેલા બાવળો તથા વૃક્ષોને કપાવવા માટે અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા પગલાં ના લેવાતા ગ્રામજનોને અવારનવાર હાલાકી વેઠવી પડે છે.