વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે કાલોલ ના બેઢિયા જલારમ મંદિર ખાતે આ યાત્રા નો પ્રારંભ થયો હતો જેમાં સરકારની વિવિઘ યોજના જેવી કે આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ, અંત્યોદય યોજના, આવશ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પેન્શન યોજના, ઉજજવલા યોજના, જનધન યોજના, વીમા યોજના જેવા વિભાગો ને સામાન્ય પ્રજાજન સુઘી પહોચાડી શકાય તેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ સૌકોઈએ નિહાળ્યું હતું તથા નમો ડ્રોન દીદીની યોજનાની શરૂઆતને તાળીઓથી વધાવી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું અને હાલમાં આ રોલ મોડલને સમગ્ર દેશમાં અપનાવવામાં આવ્યું છે. સર્વાંગી વિકાસના આ મોડેલના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રત્યેક ભારતીયની નેમ છે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભ તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. 

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પી.એમ.જે.એ.વાય યોજનાના કાર્ડ,આવાસ યોજના સહિતના લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા કાર્યક્રમ મા કાલોલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, માજી પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા તાલુકા પંચાયત ના સભ્યો, સરપંચો, ભાજપ ના હોદેદારો હાજર રહ્યા હતા.