આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધનનો કાર્યક્રમ ખેડબ્રહ્મા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ,ખેડબ્રહ્મા તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ રામાભાઈ તરાળ,શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ,માર્કેટયાર્ડના ચેરમેન અમરતભાઈ પટેલ,સાબરડેરીના પૂર્વ વાઇસ ચેરમેન બ્રિજેશભાઇ પટેલ,શહેર યુવા મોરચાના પ્રમુખ બ્રિજેશભાઇ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ શિવાભાઈ પરમાર,પૂર્વ કોર્પોરેટર બ્રિજેશભાઈ બારોટ,મિલનભાઈ પટેલ,હસુભાઈ પટેલ તથા કાર્યકર્તાઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,તાલુકા સંગઠન ઉપપ્રમુખ ભાનુબેન ચેનવા,તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી,શહેર મહિલા મોરચા પ્રમુખ અંબિકાબેન સુથાર,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નીલમબેન પટેલ, મહામંત્રી રીનાબેન પટેલ,વર્ષાબેન વેલાણી,હંસાબા ચૌહાણ મોરચાની બહેનોએ ભાઈઓને આશીર્વાદ આપ્યા હતા.