કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે. 

જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના શણગાલ થી ભારત સરકાર દ્વારા જન માણસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા પ્રયાસના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચાડવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં ચાવીરૂપ સાબિત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારનો નિર્ધાર છે કે તમામ નાગરિકો સુધી આવાસ, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, સ્વરોજગાર વગેરે પાયાની સુવિધાઓ પહોંચે. 

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક ,જીલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા તેમજ મેઘરજના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા....