ખેડા.

ઠાસરા.

ઠાસરા નગરપાલિકા વિસ્તરમાં આવેલ બાર ફળીયા, હરિજન વાસ પાસે થી પસાર થતી ગટર ઉભરાતા મુખ્ય માર્ગ પર તળાવ જેવી પરિસ્થિતિ જોવા મળી.

આ વિસ્તાર ની ગટરો બારે માસ સવાર સાંજ ઉભરાય છે ઉભરતી ગટર નાં ગંદુ પાણી થી માર્ગ પર તળાવ ભરાયુ હોય તેવું દેખાય છે અહીંયા થી પસાર થતાં શાળા ના બાળકો ,વાહન ચાલકો, મહીલાઓ ,વૃધ્ધો ને ગણી મુશ્કેલ પડે છે.. સવાર સાંજ ઊભરતી ગટર થી ગ્રામ જનો ત્રાહીમામ છે. આ વિસ્તાર ના પાલિકા સભ્યો તમેજ ઠાસરા પાલિકા પ્રમૂખ ને વારંવાર લેખિત મૌખિક તેમજ ટેલીફોનીક જાણ કરવામાં આવે છે , છતાં ઉભરતી ગટર ની સમસ્યા જેતે પરિસ્થિતિ યથાવત છે.

હરીજન વાસમાં અડી ને આવેલ કાસ માં પાણી ના નિકાલ ની ગટર પાઇપ લાઇન તાકીદે પુરેપુરી સાફ નહીં કરવા માં આવે તો બારે માસ ગટર ઉભરતી રહેશે.

કાયમી કાસમાં ગંદા પાણી નાં નિકાલ કાસ અને ગટર લાઈન યોગ્ય રીતે સાફ કરવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ ઉઠી છે