સુરેન્દ્રનગર જિલ્લાના પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જિલ્લા કક્ષાનો અને મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ખાસ કરીને આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ નેતાઓ તથા રાજકીય અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાઈ અને સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને સુરેન્દ્રનગરના ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાર્ટીલે ખાસ હાજરી આપી હતી અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી હતી નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો નુતન વર્ષને મિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અર્થાત મહેનત કરી અને તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી વરસાદી વાતાવરણ હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો આ નૂતન વર્ષને મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમયસર પહોંચ્યા હતા અને જનમેદનીને સંબોધન કર્યું હતું.નવા વર્ષની શુભેચ્છાઓ પ્રદેશ પ્રમુખે આપ્યા બાદ પોતાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપમાં પાયાના કાર્યકર્તાઓની ગણતરી મેરીટ પ્રમાણે થાય છે જે કામ કરશે તેને પદ મળશે બાકી નેતાઓની કફની પકડી આગળ આવનારાઓને ભાજપ કદી ગણતરી નથી તાજેતરમાં નવું સંગઠન બન્યું છે તેમાં હોદ્દાઓ માટે ઘણી ભલામણો આવી પરંતુ જે કાર્યકર્તાઓએ કામ કર્યું છે તેને હોદ્દો આપવામાં આવી આપવાનું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત કાર્યક્રમમાં સ્ટેજ પાસે દોરવામાં આવેલી રંગોળીની વિશેષ ચર્ચા સંબોધન દરમિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને આ રંગોળી ભાજપના કાર્યકર્તાઓએ મિશન લોકસભાના નામે બનાવી હતી અને ખાસ સીઆર પાટીલ સ્ટેજ ઉપર પ્રવચન અને સંબોધન કરવા આવ્યા ત્યારે તેમની સામે આ રંગોળી દર્શાવવામાં આવી હતી ભાજપના કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકરોએ રંગોળી બનાવી અને મિશન લોકસભાની જે 26 બેઠકો છે તેમાં પાંચ લાખથી વધુની લીડ થી ઉમેદવારો જીતે તે પ્રકારનું દ્રશ્ય આ રંગોળીમાં બનાવવામાં આવ્યું હતું ત્યારે પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ રંગોળીના પણ વખાણ કરી અને કાર્યકર્તાઓની જે લોકસભાની ચૂંટણી પહેલાનો હપ્તા છે તે નજરે પડતો હોવાનું પણ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું.કાર્યક્રમમાં ખાસ વઢવાણ ધારાસભ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય પીકે પરમાર તથા તમામ જિલ્લાના મહામંત્રીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ મહિલા મોરચાના હોદ્દેદારો તથા તમામ સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા શિસ્ત જળવાઈ તે પ્રકારના પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી પછી મિલનનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.