વેપારી એસોસિયન પ્રમુખ ઈસ્વરભાઇ યુ,જેઠવાણી સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું અમે આજથી ચારક મહિના પહેલા રજૂઆત કરી હતી પણ પરિણામે કોઈપણ જવાબ આવ્યો નહીં પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી છે તંત્ર કોઈ મોટા અકસ્માતની વાટ જોઈ રહ્યું હોય તેવું જોવા મળ્યું છે

ઉના શહેર મધ્યેથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર મચ્છુની નદી પર આવેલ મુખ્ય પુલ આશરે ૬૦ કરતા વધુ વર્ષ પહેલા બનેલો બનેલ છે તે પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે. અને પુલ પર ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે

રજૂઆત આશરે ત્રણેક મહિના પહેલા કરવામાં આવી હતી પણ પરિસ્થિતિ જેમની તેમ છે જ્યારે ઉનાનો મુખ્ય પુલ કહેવાય અહીંથી રોજના રોજ સ્કૂલ વાહનો તેમજ મોટા લોડિંગ વાહનો પસાર થાય છે જેને કારણે આ પુલ પર મોટા ખાડા પડી ગયા છે ત્યારે અવારનવાર અહીં ટ્રાફિકની સમસ્યા પણ દેખાઈ આવે છે આઝાદી વખતનો પુલજેમની તમે પરિસ્થિતિમાં જોવા મળે છે માત્ર રીપેરીંગ કામ કરી અને તંત્ર સંતોષ માને છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને અસંખ્ય રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી નથી તેઓ ઉના ચેમ્બર ઓફ કોમસ અન્ડ ઈન્ડસ્ટ્રાઝના હોદ્દેદારો કહે છે રીપેરીંગ અને સમારકામ આઠ દિવસમાં કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવેવતો વેપારી સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ઉના બંધ જેવા કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી વેપારી સંગઠન દ્વાર ચીમકી આપવામાં આવી છે