આવતીકાલે “રક્ષાબંધન' હોય રાખડી બજારોમાં આજે જેલ્લી ઘડીની ખરીદી નિકળી પડી હતી. રૂદ્રાક્ષ, સોપારી, અક્ષત મઢેલી રાખડીઓનું ચલણ વધ્યુ છે.આ વર્ષે રાષ્ટ્રભક્તિનો રંગ ઉમેરાયા હોય તેમ તિરંગા રાખડીઓએ પણ આકર્ષણ જમાવ્યુ છે કાલે “રક્ષા બંધન'નો તહેવાર હોચ ભાઇ બહેનના હેયે હરખ છવાશે. શ્રાવણ સુદ પુનમના દિવસે ઉજવાતા રક્ષા બંધન પર્વે બહેની ભાઇના કાંડે રાખડી બાંધી આશીર્વાદ વરસાવે છે. રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે. રક્ષાબંધનને નાળીયેરી પૂનમ તરીકે પણ મનાવવામાં આવે છે. માછીમાર લોકો આ દિવસે દરીયાદેવનું પૂજન કરે છે.ચોમેર રક્ષા બંધન પર્વનો ઉમંગ છવાયો છે. રાખડી બજારોમાં હજુએ છેલ્લી ઘડીની ખરીદીના ધમધમાટ ચાલુ છ. રાખડી બાંધ્યા બાદ ભાઇ બહેન પરસ્પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી બરાબરની જામી છે. શાળા કોલેજોમાં એક દિવસ પૂર્વે જ વિધાર્થી ભાઇ બહનો રાખડી બાંધી આ તહવારની ઉજવણી કર છે. અમુક સંસ્થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધાપણ યોજવામાં આવે છે. કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ શુભ મુહુર્તમાં કરે છે. જેથી રાજકોટમાં અનેક સ્થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं