પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મોબાઈલ ગુમ થવાના અને ચોરી થવાના બનાવોને રોકી તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ચોરી અને ગુમ થયેલા મોબાઇલ શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત હાલોલ નાયબ પોલીસ અધિકારી વિ.જે. રાઠોડનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ.જાડેજાએ રૂરલ પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ગુમ થયેલી અરજીઓના અનુસંધાનમાં ગુમ અને ચોરી થયેલા મોબાઈલઓને શોધી કાઢવા માટે પોલીસની ટેકનીકલ ટીમના કર્મચારીઓને જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપી અરજીઓની તપાસ કરી ગુમ અને ચોરી થયેલ મોબાઈલ શોધવા ટેકનીકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ માહિતીના આધારે અલગ અલગ કંપનીના તેમજ અલગ અલગ કિંમતના આશરે 74,088/- રૂપિયાની કિંમતના 6 મોબાઇલને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી જેમાં શોધી કાઢવામાં આવેલ 6 મોબાઈલના મૂળ માલિક અરજદારને પોલીસ મથકે બોલાવી હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ જાડેજાના વરદ્ હસ્તે મોબાઈલના મૂળ માલિક અરજદારને મોબાઈલ પરત સોંપવામાં આવ્યા હતા જેમાં પોતાના ગુમ અને ચોરી થયેલા મોબાઈલો પરત મળતા મોબાઈલ મળવાની ખુશી અરજદારોના ચહેરા પર સાફ છલકાતી હતી અને તમામ 6 અરજદારોએ પોતાની ખુશી વ્યક્ત કરી હાલોલ રૂરલ પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.