બનાસકાંઠાના ડીસામાં હાર્ટ-એટેકથી વધુ એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાવાગઢ થઈ ડાકોર દર્શન કરવા ગયા હતા, ત્યાં હોટલમાં જમીને ઊભા થયા ત્યારે હાર્ટ-એટેક આવતાં જમીન ઉપર પડી જતાં મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પાલનપુર ખાતે જિલ્લા સ્ટેમ્પ ડ્યૂટી અધિક કલેક્ટરનું સવારે દુખાવો ઊપડતાં હાર્ટ-એટેકથી મોત થયું હતુ. આમ, જિલ્લામાં ત્રણ દિવસમાં બે લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 40 દિવસમાં 40 લોકોનાં હૃદયરોગથી મોત નીપજ્યાં છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકાના રાણપુર ગામે નીલકંઠ મહાદેવના મંદિર પાછળ રહેતા 43 વર્ષીય અજમલજી થાવરાણી(ઠાકોર) ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાના પરિવાર સાથે પાવાગઢ દર્શન માટે ગયા હતા અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા. એ સમયે હોટલમાં જમવા ગયા હતા, જ્યાં જમીને ઊભા થતાં અચાનક હાર્ટ-એટેક આવતાં યુવક બેભાન થઇ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોએ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ-એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. અચાનક આશાસ્પદ યુવકના મોતથી પરિવાર અને ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસમાં બે લોકોનાં હાર્ટ-એટેકથી મોત નીપજ્યાં છે.
પાલનપુર ખાતે જોરાવર પેલેસમાં સેવાસદન 2માં કાર્યરત સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના અધિક કલેક્ટર મૂળ રાધનપુરના વતની એફ.એ.બાબી શનિવારે તેમના નિવાસસ્થાન ઢુંઢિયાવાડી અમનપાર્કમાં હતા ત્યારે તેમને હ્દયરોગનો હુમલો આવ્યો હતો. તેમનાં પરિવારજનો તેમને તાત્કાલિક શહરેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જોકે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અધિક કલેક્ટરના મોતના સમાચાર સાંભળતાં સહકર્મચારીઓમાં શોક પ્રસર્યો હતો.
જિલ્લામાં હાર્ટ-એટેકથી મોતના કિસ્સા બની રહ્યા છે. જ્યાં છેલ્લા 40 દિવસમાં 20થી 60 વર્ષની વયના 40 લોકોનાં હ્દયરોગના હુમલાથી મોત થયા છે.