જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે આવેલી હોટલ અલાન્ટોમાં આજે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ગંભીર છે કે તે આખી હોટલમાં ફેલાઈ ગઈ છે. હોટલની અંદર ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. રિલાયન્સ, જીએસએફસી અને જામનગર ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જાણવા મળ્યું છે કે હોટલમાં ફસાયેલા સાતથી આઠ લોકોને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે આવેલી હોટલ ઈલાન્ટામાં આજે રાત્રે 8 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર હોટલમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે હોટલમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, કેટલા લોકો હોટલમાંથી બહાર નીકળવામાં સફળ થયા અને કેટલા હજુ અંદર ફસાયેલા છે તે જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અલાન્ટો હોટલમાં લાગેલી આગની ઘટનામાં 25થી વધુ લોકો દાઝી ગયા છે, તેઓને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જામનગર જીજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. તિવારીએ જણાવ્યું હતું કે તેમને એવી માહિતી મળી છે કે લગભગ 25 લોકો ત્યાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.