એફ.એ,બાબીનુ મૂળવતન રાધનપુર હતુ. જેઓ જૂનાગઢ નવાબના વંશજ હોવાનુ કહેવાય છે. જેમણે 1994 બેંચમાં સીધા મામલતદાર તરીકે જોડાઇને સરકારી સેવાઓની શરૂઆત કરી હતી. છેલ્લા બે મહિનાથી બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી અધિક કલેક્ટર તરીકે ફરજ ઉપરાંત સીપુ વિભાગના નાયબ કલેકટરનો ચાર્જ પણ સંભાળતા હતા.

પાલનપુર ખાતે જીલ્લા સ્ટેમ્પ ડ્યુટી અધિક કલેકટરને શનિવારે સવારે દુખાવો ઉપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.દરમિયાન શનિવારે રાત્રે તેમના પાર્થિવ દેહની પાલનપુરના નવાબસાહેબના કબ્રસ્તાનમાં અંતિમવિધી કરવામાં આવી હતી. પાલનપુર ખાતે જોરાવરપેલેસમાં સેવાસદન-2માં કાર્યરત સ્ટેમ્પ ડ્યુટી કચેરીના અધિક કલેકટર મૂળ રાધનપુરના વતની એફ.એ.બાબી શનિવારે તેમના નિવાસ સ્થાન ઢુંઢીયાવાડી અમનપાર્કમાં હતા.ત્યારે હ્દયરોગનો હુમલો આવ્યો હતો. જેમના પરિવારજનો તાત્કાલિક શહરેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે,તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અધિક કલેકટરના મોતના સમાચાર સાંભળતાં સહકર્મચારીઓમાં શોક પ્રસર્યો હતો. દરમિયાન શનિવારે રાત્રે તેમના પાર્થિવ દેહની પાલનપુરના નવાબસાહેબના કબ્રસ્તાનમાં અંતિમવિધી કરવામાં આવી હતી તેમની ઝિયારત આવતીકાલે 27.11.2023ના રોજ સવારે 10 કલાકે ફૈઝાન-એ-મદીના મસ્જિદ, પાલનપુરમાં છે.