સુરેન્દ્રનગર પોલીસની SOG ટીમે સાયલા તાલુકાના ગરાંભડી ગામે પાંચ ખેતરોમાં મોટાપાયે ગાંજાનું વાવેતર પકડાયું છે. આ પાંચ ખેતરોમાં ગાંજાના 594 જેટલા છોડ ઉગાડવામાં આવ્યાં છે જેનું કુલ વજન 1441.200 કિલો થાય છે અને જેની કિંમત 1 કરોડ 44 લાખ 12 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.1) જાદવભાઈ ગોવિંદભાઈ રંગપરા, રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 371 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.96,50,000 (965 કિલો) 2) વજાભાઈ નાજાભાઈ રંગપરા, રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 13 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.6,30,000 (63 કિલો) 3) ભોપાભાઈ નાજાભાઈ રંગપરા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 21 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.3,62,000 (63 કિલો 200 ગ્રામ) 4) વેલાભાઈ મોતીભાઈ ઝાપડીયા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 105 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.14,20,000 (142 કિલો) 5) મેરાભાઈ મોતીભાઈ ઝાપડીયા રહે. ગરાંભડીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ગાંજાના 84 છોડ ઉગાડ્યા જેની કિંમત રૂ.23,50,000 (235 કિલો)પોલીસે આ તમામ આરોપીઓને પકડી પાડી ધજાળા પો.સ્ટેમાં NDPS એકટ હેઠળ ગુનો નોંધી કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.